ચૂડા /ચૂડા પંથકના ક્ષત્રિય ભાઇઓ દ્વારા ચૂડા ખાતે શસ્ત્ર પુજન કરાયુ હતું. ત્યારબાદ એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું જેમાં ચૂડા ગામ તથા આસપાસના ગામડાના ક્ષત્રિય યુવાનો માથે કેસરી સાફા સાથે જોડાયા હતા.
ધ્રાંગધ્રા /ધ્રાંગધ્રામાં શસ્ત્ર પૂજન અને વિદ્યાર્થી સન્માન સમારંભ ક્ષત્રીય સમાજની વાડી ખાતે યોજાયુ હતુ. જેમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ આઈ કે જાડેજા, ક્ષત્રીય સમાજના પ્રમુખ સહિત મોટી સંખ્યામા આગેવાનો, સમાજના લોકો ઉપસ્થિત રહયા હતા.
લીંબડી /લીંબડીના ટાવર બંગલામાં બિરાજમાન શક્તિ માતાજીના મંદિરે લીંબડી શહેર અને આજુબાજુના ગામથી પધારેલા યુવાનો અને વડીલો દ્વારા માં શક્તિના સાનિધ્યમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું. શસ્ત્રપૂજન પછી માંગુજી ઝાલા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ડો.રૂદ્રદત્તસિંહ ઝાલા, બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણા સહિતનાઓની ઉપસ્થિતિમાં ક્ષત્રિય યુવાનો દ્વારા મહારેલીનું આયોજન કરાયુ હતુ.
લખતર /લખતર તાલુકાના ઓળક ગામે ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણી બી.એલ.ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલાની રાહબરીમાં શસ્ત્રપૂજન કરાયું.
સાયલા /સાયલાના પોલીસ સ્ટેશનના પરિસરમાં પીએસઆઇ બી.પી.ભેટારીયા અને યોગેશભાઇ પટેલ, હરદેવસિંહ સહીત પોલીસ કર્મીઓએ શસ્ત્ર પૂજન કયુ હતુ અને દેશમાં વૈમનસ્ય અને આસુરી વૃતિને દૂર કરવા માટે શકિત માતાનું પૂજન કરાયું.
મૂળી /મુળી તાલુકાના સરા ગામે શકિતમાતાજીના પાવન સાનિધ્યમા ક્ષત્રીય રાજપૂત સમાજના યુવાનો દ્વારા દશેરાના પાવન પર્વે વિધી વિધાન સાથે પરંપરાગત રીતે શસ્ત્ર પુજનનુ આયોજન કરવામા આવ્યુ હતું.
