વિધાથીઁ ઓ માટે સેમીનાર

  • WhatsApp Image 2021-04-09 at 4.26.20 PM

  • WhatsApp Image 2021-04-09 at 4.26.19 PM

  • WhatsApp Image 2021-04-09 at 4.26.20 PM (1)

  • WhatsApp Image 2021-04-09 at 4.26.21 PM

WhatsApp Image 2021-04-09 at 4.26.20 PM

WhatsApp Image 2021-04-09 at 4.26.19 PM

WhatsApp Image 2021-04-09 at 4.26.20 PM (1)

WhatsApp Image 2021-04-09 at 4.26.21 PM

જય ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને વાલીઓને બોર્ડની પરિક્ષા અંગે મોટિવેશન અને માર્ગદર્શન આપવા માટે પધ એડવાઈઝ એન્ડ આસિસ્ટસ્ત્ર સંસ્થાના નિષ્ણાત વકતા અને ટ્રેનર શ્રી પરેશ ભટ્ટના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ઇન્ટરનેસનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંતના વિવિધ મુદ્દાઓ અને વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શન માટે વર્ષ દરમિયાન અનેક સેમીનાર અને વર્કશોપના આયોજન કરવામાં આવે છે. સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા જણાવે છે કે બોર્ડની પરિક્ષાઓના પરિણામોમાં જો વિદ્યાર્થી અભ્યાસ પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે અને તેને યોગ્ય પ્રેરણાત્મક માર્ગદર્શન મળે તો તે ધાર્યું લક્ષ્ય મેળવવાની ક્ષમતા ધરાવે છે. બોર્ડની પરિક્ષાઓમાં જો ઉચ્ચ પરિણામ પ્રાપ્ત થાય તો તે વિદ્યાર્થીના જીવનને જળમૂળથી બદલી નાખે છે. આવા જ વિચારને સાકાર કરવાના ઉદ્દેશથી જ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે મોટિવેશનલ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના રિસોર્સ પર્સન તરીકે સેવા આપનાર તજજ્ઞ પરેશભાઈ ભટ્ટ એ ધ એડવાઈઝ એન્ડ આસિસ્ટ કંપનીના ડિરેકટર અને ટ્રેનર તરીકે 25 વર્ષથી કાર્યરત છે. આ સેશન દરમિયાન પરેશભાઈ એ વિદ્યાર્થીઓને પરિક્ષાલક્ષી તૈયારીઓ, વિચારોની સ્પષ્ટતા અને લક્ષ્યને કેન્દ્રબિંદુમાં રાખીને કઈ રીતે તૈયારીઓ કરવી તેનું માર્ગદર્શન આપ્યુ હતુ. વિદ્યાર્થીઓએ પણ તેમને મુંજવતા પ્રશ્નો અને ક્રિયા-પ્રતિક્રિયાઓ રજૂ કરી આ સેશનને જીવંત બનાવ્યુ હતું. સેમિનારમાં એક કલાકનું સેશન ખાસ વાલીઓ માટે ગોઠવવામાં આવ્યુ હતું, જેમાં પરિક્ષાની તૈયારીના સમયમાં શું કરવું અને શું ન કરવું તે બાબતની સમજણ આપવામાં આવી હતી. આ સેશન ખરા અર્થમાં વિદ્યાર્થી માટે પ્રોત્સાહક અને વાલીઓ માટે માર્ગદર્શક બની રહ્યુ હતુ. આ મોટિવેશનલ સેમિનારના સફળ આયોજન બદલ જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી. મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલ વિપુલ ઘન્વાના માર્ગદર્શનમાં સર્વે શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!