ગણપતિ પૂજન

ગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થીએ ગણેશજીનો જન્મ થયો હતો. આ તિથિને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ગણેશજીનો જન્મ મધ્યાહનકાળ (બપોર)માં થયો હતો. એટલા માટે આ સમયે ગણેશજીની સ્થાપના અને પૂજા કરવી જોઈએ. ગણેશ ચતુર્થીએ ગણેશજીની સ્થાપના અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘરમાં સમૃદ્ધિ આવે છે અને કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે કરવામાં આવેલું દાન, વ્રત અને શુભ કાર્યોનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે.

ગણેશજીની મૂર્તિ કેવી હોવી જોઈએે- ઘર, ઓફિસ કે અન્ય જાહેર સ્થળે ગણેશ સ્થાપના માટે માટીની મૂર્તિ બનાવવી જોઈએ. ગણેશજીની મૂર્તિમાં સૂંઢ ડાબી તરફ વળેલી હોવી જોઈએ. ઘર કે ઓફિસમાં સ્થાયી રૂપમાં ગણેશની સ્થાપના કરવા માગતા હોવ તો સોના, ચાંદી, સ્ફટિક કે અન્ય પવિત્ર ધાતુ, રત્ન, કાષ્ઠથી બનેલી ગણેશની મૂર્તિ લાવી શકો છો. ગણેશજીના હાથમાં અંકુશ, પાશ, લાડુ હોવો જોઈએ અને હાથ વરમુદ્રામાં (આશીર્વાદ આપતા) હોવો જોઈએ. ખભા પર નાગ રૂપમાં જનોઈ અને વાહનના રૂપમાં ભૂષક હોવો જોઈએ.

ગણેશજી ચતુર્થીની પૂજા અને સ્થાપના વિધિ- 1-ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના પહેલાં નહાઈને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. 2-પૂજાની જગ્યાએ પૂર્વ દિશા તરફ મુખ રાખીને કુશના આસન પર બેસો. 3-પોતાની સામે નાનકડી ચોકીના આસન પર સફેદ વસ્ત્ર પાથરીને તેની પર એક થાળીમાં ચંદન અને કંકુથી સ્વસ્તિક બનાવો અને તેની પર શાસ્ત્રો પ્રમાણે સોના, ચાંદી, તાંબા, પીતળ કે માટીથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો અને પછી પૂજા શરૂ કરો.

પૂજા કરતા પહેલાં આ મંત્ર બોલવો-

गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्ं। उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्

ત્યારબાદ સંકલ્પ લઈને ऊं गं गणपतये नम: મંત્ર બોલીને જળ, મૌલી (પૂજામાં વપરાતો લાલ દોરો). ચંદન, સિંદૂર, અક્ષત, હાર-ફૂલ, ફળ, અબીર, ગુલાલ, હળદર, મહેંદી, યજ્ઞોપવિત(જનોઈ), દૂર્વા અને શ્રદ્ધા અનુસાર અન્ય સામગ્રી ચઢાવો. ત્યારબાદ ગણેશજીને ધૂપ-દીપ દર્શન કરાવો. પછી આરતી કરો. -આરતી પછી 21 લાડુનો ભોગ લગાવો. તેમાં 5 લાડુ મૂર્તિ પાસે રાખો અને 6 બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો. પછી બ્રાહ્મણને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપ્યા પછી સાંજે પોતે ભોજન ગ્રહણ કરો.

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!