આપણું ધ્યેય
વર્તમાન વિજ્ઞાન અને ટેકનોલોજીના જીવન સંદર્ભમાં સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક અને સ્વાસ્થ્ય વગેરે પરિસ્થિતિઓનું; આપણી પરંપરાઓનું; સતત અવલોકન, પૃથક્કરણ, પરીક્ષણ કરતા રહેવું. આપણા સમાજની સ્થાયી એકતા માટે પ્રયત્નશીલ રહેવું;સમાજને રચનાત્મક, દીર્ઘદૃષ્ટિપૂર્ણ, પ્રગતિશીલ નેતૃત્વ મળે તેવી પરંપરા સ્થાપિત કરવી….
સર્વે અત્ર સુખિનઃ સન્તુ...
આ ભાવના આપણું ધ્યેય !
૧. સમયાંતરે લગ્નોત્સુકો માટે પરિચય મેળાનું આયોજન કરવું.
૨. શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન માટે પરિસંવાદો યોજવા.
૩. નવી પેઢીના “એપ્ટીટ્યુડ ટેસ્ટ”,પ્રસિદ્ધ મનોવિજ્ઞાનીઓના માર્ગદર્શન હેઠળ કરવા,જેથી ક્ષમતા જાણી શિક્ષણમાં ઉપયોગી થવાય.
૪. આર્થિક રીતે નબળા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિષ્યવૃત્તિ આપવી.
૫. મોટું શૈક્ષણિક ફંડ ઊભું કરવું.જેથી તેજસ્વી ભાઈ-બહેનોની કારકિર્દી બગડે નહીં.
૬. આપણે મહદઅંશે ખેતી સાથે સંકળાયેલા છીએ,તેથી સમયાંતરે કૃષિ તજજ્ઞો સાથે,વાર્તાલાપ,પ્રશ્નોત્તર મુંઝવણ અને માર્ગદર્શન ગોઠવી,સજ્જતા કેળવવી.
૭. પુસ્તકાલય,વાંચનાલય,કમ્પ્યુટર તાલીમ કેન્દ્ર,યોગ તાલીમ કેન્દ્ર ઊભાં કરવાં.
૮. વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજી બેઈઝ કાઉન્સેલિંગ કેન્દ્ર ઊભું કરવું,જરૂર પડે તત્કાળ માર્ગદર્શન આપી શકાય.
૯. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોફેસનલી કોચિંગ ક્લાસનું આયોજન કરવું.
૧૦. નાના ઉદ્યાનો માટે વાર્તાલાપ,તાલીમનું આયોજન કરી સ્વરોજગારી માટે પ્રેરિત કરવા.
૧૧. નારી સશક્તિકરણના પ્રયત્ન કરવા.
૧૨. તરુણો-યુવાનોને માર્ગદર્શન આપતા,મનોવૈજ્ઞાનિકોના વર્તાલાપોનું આયોજન કરવું.
૧૩. વિશાલ શૈક્ષણિક ફંડમાં નાના માણસોને પણ જોડવા.
૧૪. સમાજની વેબસાઈટની મદદથી સમાજનું આર્થિક,શૈક્ષણિક સર્વેક્ષણ કરવું.
૧૫. તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન,ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું.
