પ્રાર્થના કાર્યક્રમ

પ્રાર્થનાથી કોઈપણ કાર્યની શરૃઆત કરતાં વાતાવરણમાં અનેરો આનંદ પ્રસરે છે. 

  • પ્રાર્થનાથી જીવનની પ્રગતિનાં દ્વાર ખૂલી જાય છે.
  • પ્રાર્થનાથી ઈશ્વરીય શક્તિનો અનુભવ કરવા જરૃરી છે.
  • પ્રાર્થનાથી પોતાની ચિંતા કે જવાબદારી પ્રભુને સોંપ્યાનો અનુભવ થાય છે.
  • નિરાશા, હતાશા, ક્રોધ જેવા હાનિકારક ભાવો દૂર કરવા પ્રાર્થના જરૃરી છે.
  • હાનિકારક ભાવોની અસરથી ઉદ્ભવતા શારીરિક કે માનસિક રોગો દૂર કરવા પ્રાર્થના જરૃરી છે.
  • ઈશ્વરનાં અગણિત ઉપકારોને યાદ કરવા પ્રાર્થના જરૃરી છે.
  • ઈશ્વરની ઉપસ્થિતિનો સાક્ષાત્કાર કરવા પ્રાર્થના જરૃરી છે.
  • ઈશ્વરનાં સંતાનોની પ્રતિતી કરવા પ્રાર્થના જરૃરી છે.
  • હવા, પાણી, ખોરાક જેવાં ઈશ્વરીય બક્ષિસોનો આભાર વ્યક્ત કરવા પ્રાર્થના જરૃરી છે.
  • પ્રાર્થનાથી ઘર, ઓફિસ કે શાળાનું વાતાવરણ સ્વર્ગીય આનંદ આપતું ભાસે છે.
  • પ્રાર્થનાથી ઘર, ગામ કે શાળાનું વાતાવરણ ભક્તિમય બને છે.
  • પ્રાર્થનાથી વાતાવરણમાં નવિનતા પ્રસરે છે. તન-મન પ્રફુલ્લિત બને છે. નવું-નવું જોવા, જાણવા, માણવા, ભણવાની ઉત્કંઠા જાગે છે.
  • પ્રાર્થનાથી અશુભ વિચારોનું ખંડન થાય છે. જીવનમાં નવીન તારોતાજા તાજગી અનુભવાય છે અને દેહ અને દિલની શુદ્ધિ થાય છે.
 
 
 
 
 

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!